DholeraCity SIR News - ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરે ધોલેરાની લીધી મુલાકાત.

Our plots are inside Dholera SIR which will give 500 times returns. All our plots are of clear title and documents

ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરે ધોલેરાની લીધી મુલાકાત


Feb 17, 2021

British Deputy High Commissioner to Gujarat and Rajasthan visits Dholera

ગુજરાત અને રાજસ્થાન રાજ્ય ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, એચ.ઈ. પીટર કૂકે ધોલેરાની મુલાકાત લીધી છે અને તે વખતે ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાં રોકાણના સંદર્ભમાં અધિકારીઓ અને યુકેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલા પ્રતિનિધિમંડળો સાથે વાતચીત કરી હતી.


દક્ષિણ એશિયાનું સૌથી મોટું લેન્ડ પાર્સલ તરીકે જાણીતું ધોલેરા


દક્ષિણ એશિયાનું સૌથી મોટું લેન્ડ પાર્સલ તરીકે જાણીતું ધોલેરા દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોર છે. જે આગામી વૈશ્વિક સંકલિત મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ હબ પર સ્થિત છે. ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટીએ તેની અસંખ્ય પહેલોને સાંકળી છે, જે વાઇબ્રન્ટ આર્થિક કોરિડોરમાં સંભવિત ઉદ્યોગોને નોંધપાત્ર ફાયદો કરશે અને રોકાણની અનેક તકો ઉભી થશે. ધોલેરા ખાતે અધિકારીઓએ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સમક્ષ રાજ્યના આર્થિક માળખામાં વિશેષ રોકાણ ક્ષેત્રની ભૂમિકા અને દેશ તરફના તેના ફાળા અંગે પ્રદર્શન રજૂ કર્યું હતું.


ધોલેરા રોકાણનું આંતરરાષ્ટ્રીય સ્થળ


ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડીઆઈસીડીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર, IAS હરીત શુક્લએ જણાવ્યું હતું કે, અમે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર એચ.ઈ.પીટર કૂકનું ધોલેરામાં સ્વાગત કરીએ છીએ અને ઉદ્યોગની તેમની અદભૂત સમજ માટે આભાર માનીએ છીએ ધોલેરાએ સંરક્ષણ, ઉત્પાદન, હેવી એન્જિનિયરિંગ, ઓટો અને ઓટો એન્સિલરી, ફાર્મા અને બાયોટેક, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ અને અન્ય ઘણા ઉદ્યોગો માટે રોકાણનું એક આંતરરાષ્ટ્રીય સ્થળ છે. જે ભારતના આર્થિક વિકાસ માટે સમાયોજક (એગ્રીગેટર) તરીકે કામ કરશે.


ઈઝ ઓફ ડૂંઈગ બિઝનેસને પ્રોત્સાહન


આ મુલાકાતમાં ગ્રીનફીલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટીની કામગીરીને લગતી કાર્યક્ષમતાના વૃદ્ધિ માર્ગ અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા લેવાયેલા વિવિધ પગલાં તથા ધોલેરામાં વ્યવસાયની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો કરવા માટે ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂકાયો હતો.

ધોલેરામાં રોકાણ માટે યુકેના ઉદ્યોગોને રસ પડશે


અમદાવાદ ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર એચ. ઈ. પીટર કૂકે જણાવ્યું હતું કે, ધોલેરાની મુલાકાત લેવાનું અને પરસ્પર ફાયદા કારક તકો શોધવાનું ખૂબ રસપ્રદ છે. ધોલેરામાં એવી ઘણી સંભાવનાઓ છે, જેમાં યુ.કેના ઉદ્યોગોને રસ પડશે. અમે યુ.કેમાં ઉદ્યોગ અધિકારીઓ સાથે વધુ ચર્ચા કરીને આને ચોક્કસ આગળ ધપાવીશું. ધોલેરાએ પહેલું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે. જેની સ્થાપના ઇન્ડસ્ટ્રી 4.0ની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહી છે. આવા વિશેષ રોકાણ ક્ષેત્રની સ્થાપના તેના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ આપશે અને ગુજરાતને મેન્યુ ફેક્ચરીંગથી ચાલતા અર્થતંત્રમાં અગ્રેસર બનાવશે.


Read all Thane Real Estate Latest News


 

To Know About Dholera SIR Development Contact Us at +91 97 6868 2010


Source: news4gujarati.com

Leave a Message



SUBSCRIBE

NEWSLETTER