DholeraCity SIR News - A high level delegation from Karnataka visited Dholera Sir.

Our plots are inside Dholera SIR which will give 500 times returns. All our plots are of clear title and documents

કર્ણાટકના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે ધોલેરા સરની મુલાકાત લીધી


Jul 17, 2021

ગાંધીનગર,: કર્ણાટક સરકારના મોટા ઉદ્યોગ વિભાગના પ્રધાન શ્રી જગદીશ શેટ્ટર અને કર્ણાટકના અગ્રણી પ્રતિનિધિ મંડળે તેમની ધોલેરા સરની મુલાકાત વખતે જણાવ્યુ હતું કે ધોલેરા જેવા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટીઝને કારણે ઇન્ટેલિજન્ટ અને સુસંકલિત સ્માર્ટ સીટીનુ નિર્માણ થઈ શકે છે અને તે સાથે મળીને કામ કરી શકાય તેવા લાંબા ગાળાના મેન્યુફેકચરિંગ હબનો પાયો નાખે છે.

ધોલેરા ખાતે વરિષ્ઠ અધિકારીઓ તથા કર્ણાટક સરકારના પ્રતિનિધિ મંડળે આર્થિક અને મૂડીરોકાણલક્ષી સહયોગ વધારવા અને સાથે સાથે દેશમાં માળખાકીય સુવિધાઓ અને બિઝનેસનાં નવાં દ્વાર ખોલવા અંગે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે વાત કરતાં કર્ણાટક સરકારના મોટા ઉદ્યોગ વિભાગના પ્રધાન શ્રી જગદીશ શેટ્ટરે જણાવ્યું હતું કે “ધોલેરા સ્પેશ્યલ ઈનવેસ્ટમેન્ટ રિજિયન કાર્યક્ષમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાછે વર્લ્ડ કલાસ સ્માર્ટ સીટીની કલ્પના સાકાર કરે છે અને ઉત્પાદન એકમો સ્થાપવાની સુવિધા પૂરી પાડે છે. મને વિશ્વાસ છે કે ધોલેરામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વદારો થશે અને એક મજબૂત બિઝનેસ અને ઈનવેસ્ટમેન્ટનુ મોડલ પૂરૂ પાડવાની સાથે સાથે દેશની લાંબા ગાળાના વિકાસની, કાર્યક્ષમતાની અને ટેકનોલોજીની જરૂરિયાતો પૂર્ણ કરશે ”

શ્રી જગદીશ શેટ્ટરે વધુમાં ઈન્ટેલિજન્ટ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીડીઝના મહત્વ ઉપર ભાર મુકતાં જણાવ્યુ હતું કે તે દેશના આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણ માટે ખુબ જ મહત્વનાં છે.

ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમિશનર અને ડિરેકટર કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી શ્રીમતી ગુંજન કૃષ્ણ, આઈએએસે ગુજરાતના ઈનફ્રાસ્ટ્રકચર મોડેલ અંગે જણાવ્યુ હતું કે “ ધોલેરા માળખાકીય સુવિધાઓ અને ટકી શકે તેવા કન્સેપ્ટસ ને જોડીને તથા નવતર ટેકનોલોજીઝની ક્ષમતાનો ઉપયોગ કરીને અસરકારક ,

બહેતર, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પબ્લિક સર્વિસિસ અને વધુ મજબૂત માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરીને કુદરતી પરિબળોનો ઉપયોગ કરવાની શ્રમતા ધરાવે છે. બહેતર માળખાકીય સુવિધાઓ અને મજબૂત આર્થિક ફન્ડમેન્ટલ્સ સાથે રાજ્ય મેન્યુફેકચરિંગ અને હેવી ઈન્ડસ્ટ્રીઝમાં મૂડીરોકાણોની ક્ષમતા ધરાવે છે.” ગુજરાતને દુનિયાભરમાં નિવાસ માટેના અને બિઝનેસ માટેના પસંદગીના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે અને તેણે ગતિશીલ, સમતેલ, સમાવેશી વૃધ્ધિ સાથે મજબૂત સામાજીક, ઔદ્યોગિક, અને ભૌતિક માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કર્યું છે.

ગુજરાત માળખાકીય સુવિધાઓ અને અને આર્થિક વિકાસને ઉચ્ચ અગ્રતા આપે છે અને આ કારણે જ ગુજરાત સરકાર રેલવે, રોડ, વીજળી અને પોર્ટ ક્ષેત્રે મહત્વની માળખાકીયસુવિધાઓનો વિકાસ કરી શકાયો છે.

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)ના મેનેજીંગ ડિરેકટર અને શ્રી હરિત શુક્લ, આઈએએસએ જણાવ્યું હતું કે “અમારે ત્યાં નાગરિકોના જીવન ધોરણ અંગે ધ્યાન કેન્દ્રિત કરીને તથા ઔદ્યોગિક વિકાસ અંગે વિચારો અને અભિપ્રાયના આદાન- પ્રદાનની નિખાલસ, સંયોજીત અને નવતર પ્રકારની ઔપચારિક પધ્ધતિ છે

આ અનોખો પરામર્શ અમને વિવિધ સુસંકલિત માહિતીઓના સંકલન અને ઉપયોગીતામાં અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સોલ્યુશન્સના ઉપયોગમાં સહાયરૂપ બને છે અને એ દ્વારા અમે ધોલેરાના મહત્વનાં ક્ષેત્રોમાં વિકાસ અને વ્યવસ્થાપન કરીએ છીએ”


Read all Thane Real Estate Latest News


 

To Know About Dholera SIR Development Contact Us at +91 97 6868 2010


Source: westerntimesnews.in

Leave a Message



SUBSCRIBE

NEWSLETTER